225 કિલોના લાડુ સાથે જલારામજયંતીની અનોખી ઉજવણી

Wednesday 13th November 2024 05:12 EST
 
 

ભુજઃ લોહાણા મહાજન દ્વારા પૂ. જલારામ બાપાની 225મી જન્મજયંતીની પૂર્વસંધ્યાએ 225 કિલોનો બૂંદીનો લાડુ બનાવી અનોખી ઉજવણી કરાઈ હતી. મહાજનના પ્રમુખ ડો. મૂકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, મંત્રી હિતેષભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે જલારામ બાપાની 225મી જન્મજયંતી નિમિત્તે શેઠ કતિરા પાર્ટીપ્લોટ ખાતે 225 કિલોનો બૂંદીનો લાડુ બનાવી ભાવિકો માટે દર્શનાર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. આ તકે જલારામ બાપાની સંગીતમય મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું.


comments powered by Disqus