મુડેઠાઃ ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લગભગ 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડે છે. આ પ્રસંગે ક્ષત્રિય રાઠોડ દરબાર સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે. લગભગ 300થી વધુ અશ્વો અને 50થી વધુ ઊંટ આ દોડમાં ભાગ લીધો હતો. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં મોગલોના આક્રમણથી રજવાડાંમાં ફૂટ પડતાં શૌર્ય વધારવા આ આયોજન શરૂ કરાયાનું કહેવાય છે.