TRP અગ્નિકાંડઃ 5 હજાર પાનાંના દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા

Wednesday 13th November 2024 06:02 EST
 
 

રાજકોટઃ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટમાં 5 હજાર પાનાંના દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે. કેસમાં અત્યાર સુધી રજૂ કરવામાં આવેલી હકીકત મુજબ આરોપી ધવલ ઠક્કર, અશોક જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ તેમજ અન્ય સામે એનઓસી લીધા વગર તેમજ લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે બાંધકામ કરવા બદલ વિવિધ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે. એસઆઇટીની તપાસને આધારે આ કેસ કમિટ થયા બાદ ગુરુવારે સાતમી મુદત હતી. રજૂ કરાયેલા દસ્તાવેજમાં એફઆઇઆર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પંચનામા, એફએસએલની ફાઇલ તેમજ કોલ ડિટેઇલનો સમાવેશ થતો હતો.


comments powered by Disqus