અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીકના ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને બાઇક પર લિફ્ટ આપવાના બહાને છાપરી નજીક ઝાડીમાં ખેંચી જઈ 6 નરાધમોએ દુષ્કર્મ આચરવામાં આવ્યો. સગીરા બૂમો ન પાડે તે માટે તેના મોઢામાં ડૂચો મારી દીધો હતો. સગીરા બેભાન થઈ જતાં આ નરાધમો તેણીને એકલી મૂકીને ભાગી છૂટ્યા હતા. સામૂહિક દુષ્કર્મ બાદ સગીરા બેભાન થતાં આ બધા જ નરાધમો તેને મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.