નવી દિલ્હીઃ કેનેડાના પ્રોત્સાહનથી ખાલિસ્તાનીઓ એટલા ઉત્સાહિત થઈ ગયા છે કે હવે ખાલિસ્તાનીઓએ અયોધ્યાના રામમંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે અને હિન્દુઓના આસ્થાના મુખ્ય કેન્દ્ર રામમંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંતસિંહ પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં કહ્યું થે કે, ‘16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામમંદિરમાં હિંસા થશે.’ કહેવામાં આવી રહ્યું છે કે, પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામમંદિર તેમજ અન્ય ઘણાં હિન્દુ ધાર્મિક સ્થળો સામે હિંસા ભડકાવવાની ધમકી પણ આપી છે.