નવી દિલ્હીઃ જ્મ્મુ-કાશ્મીરમાં સરકારે બન્યા બાદ કાશ્મીરી પંડિતોની વતન પરત ફરવાની પ્રક્રિયા નવેસરથી શરૂ થવા જઈ રહી છે. આ માટે 4600 પરિવારોની યાદી તૈયાર કરાઈ છે. તેમાંથી પ્રથમ તબક્કામાં 3 મહિનામાં લગભગ 175 પરિવારો પરત આવે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ અભિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ચલાવાશે.
આ વખતે કાશ્મીરી પંડિતોની વાપસીની પ્રક્રિયા માટે તૈયાર બ્લૂ પ્રિન્ટને વ્યવહારુ રાખવાનો પ્રયાસ કરાયો છે. જે લોકો વિસ્થાપિત થયા છે તેઓ પરિવાર અને સામાન સાથે કાશ્મીરમાં મૂળ સ્થાને પાછા ફરે અને તેમને કાશ્મીરમાં સ્થાયી થવા માટે આર્થિક મદદ, નોકરી, સુરક્ષા અને અન્ય સુવિધાઓ આપવાની વાત થઈ હતી. પરંતુ સંપૂર્ણ પરત ફરવાનો આ પ્રયોગ બહુ સફળ નહોતો થયો. આ વખતે કાશ્મીરી પંડિતોની તેમના ઘરે પરત ફરવાની સંપૂર્ણ છૂટ અપાઈ છે. વિસ્થાપિત લોકોની જગ્યાએ તેમને પ્રવાસીઓની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે એવા વિસ્થાપિત લોકો કે જેઓ કામ કે રોજગારી, શિક્ષણ માટે બહાર છે. નવી યોજનામાં ખીણમાં તેમના પૈતૃક મકાનની માલિકી સોંપવી. ઘરની જરૂરી સમારકામ માટે 100 ટકા નાણાકીય સહાય, વીજળીને પાણીનાં મીટરનાં મૂળ વતનીઓનાં નામ અને સરનામું અને જમીનનું ડિજિટલ મેપિંગ અને આમાં પ્રમાણપત્રો વગેરેનો સમાવેશ થાય છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો કે જેઓ પાછા ફરવા માગે છે તેઓન હાલમાં જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં કામ કરવાનું ચાલુ રાખવાની સુવિધા હશે, પરંતુ રજાઓ અથવા તહેવારોમાં સંબંધીઓ અને મિત્રોના ઘરે કાર્યક્રમોમાં હાજરી આપે છે.
પ્રથમ તબક્કામાં 175 પરિવારો પરત ફરશે
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં ઘાટીમાંથી સ્થળાંતર કરીને દેશના અલગ-અલગ ભાગોમાં વસવાટ કરતા 4600 પરિવારની યાદી તૈયાર કરાઈ છે, જેમને વિસ્થાપિત લોકોની શ્રેણીમાં જ રાખવામાં આવશે, પરંતુ બાય-લો (નિયમ મુજબ) તેમને પ્રવાસીનો દરજ્જો આપવામાં આવશે, એટલે કે જેઓ મૂળ ખીણના રહેવાસી છે અને કામ માટે રાજ્યની બહાર છે, પરંતુ દર 1- 2 વર્ષે તેમના ઘરે આવતા રહે છે. રાજ્ય સરકાર પંચાયત અને વોર્ડસ્તરે એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરશે, જે કાશ્મીરી પંડિતો ઘરે પરત ફરે છે તેમને તેમના પડોશીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધા અને સહયોગ મળે, જે ત્યાં રહેતા બિન-પંડિતોને મળી રહે છે.
માનવામાં આવે છે. કે આ કવાયત હેઠળ પ્રથમ તબક્કામાં 175 પરિવારો ખીણમાં પરત ફરશે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમની સુરક્ષા અને જરૂરી સુવિધા સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરશે.