કૃષ્ણનગરી ડાકોરમાં ગોપાષ્ટમીની ઉજવણી, માર્ગો પર ગૌધણ ઉતર્યું

Wednesday 13th November 2024 06:03 EST
 
 

શ્રી કૃષ્ણધામ ડાકોરમાં ગોપાષ્ટમીની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડાકોરના રસ્તા પર ગાયોનાં ધણ ઉતરતાં ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે નગરમાંથી ઠેરઠેર ભક્તો ગૌદર્શન માટે ઊમટી પડ્યા હતા. શ્રીજીમંદિરમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ એકત્ર થઈ હતી. યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ આઠમે ગોપાષ્ટમીના પર્વ નિમિત્તે મંદિરની ગાયોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી હતી.


comments powered by Disqus