અમદાવાદઃ વર્ષ 2002ના સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપવાના કેસના મુખ્ય કાવતરાખોર ફારુક મોહમંદ ભાણાને હંગામી જામીન આપવા ગુજરાત હાઇકોર્ટે સાફ ઇનકાર કરી દીધો હતો. ફારુક ભાણાએ પિતાની માદગીના કારણોસર કામચલાઉ જામીન માગ્યા હતા, પરંતુ જસ્ટિસ સંજીવ ઠાકરે તેની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે તાજેતરમાં જ ફારુક ભાણાને જામીન અપાયા હોવાની વાતની નોંધ લઈ ફરીથી કામચલાઉ જામીન આપવાની સાફ ના પાડી દીધી હતી.