અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત ગ્યાસપુરમાં શરૂ કરાયેલા 15 મેગાવોટ પ્રતિ કલાકની ક્ષમતાના પ્લાન્ટમાં અંદાજે દૈનિક 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. રૂપિયા 375 કરોડના આ પ્રોજેકટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એજન્સીને અંદાજે પંદર એકર જમીન આપવામાં આવી હતી. ઉત્પન્ન કરવામાં આવતી વીજળીને જી.ઈ.બી.ની પાવરગ્રીડમાં સપ્લાય કરવામાં આવે છે.