જામનગરઃ દ્વારકાના દરિયાકાંઠેથી સ્ટોક્ડ જેલી ફિશની નવી પ્રજાતિ મળી આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગથી પીએચડી કરનારા ડો. હીતીષા બારોલિયાને દરિયાકાંઠે સંશોધન દરમિયાન આ સફળતા મળી છે. વૈશ્વિક નિષ્ણાત અને બ્રાઝિલના સંશોધકના માર્ગદર્શન હેઠળ જેનીનિક સહિતના ઝીણવટપૂર્વક અભ્યાસ બાદ જેલીફિશની આ પ્રજાતિ વિશ્વ માટે નવી હોવાનું સ્પષ્ટ થયું છે. આ પ્રજાતિ કાલવાડોસિયા ફેસ્ટિવલાના નામથી
નોંધાઈ છે.