ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદી દ્વારા ટૂરિઝમને વેગ આપવાના ભાગરૂપે કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગે સી-પ્લેન સેવા શરૂ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ગુરુવારે બપોરે વિદેશથી નવું સી-પ્લેન અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું. મહત્ત્વનું એ છે કે છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં બંધ પડેલી સી-પ્લેન સેવામાં ફરીથી પ્રાણ ફુંકાશે. ભારતમાં નદી અને દરિયા સાથે જોડાયેલાં જોવાલાયક પ્રવાસન સ્થળો પર ટૂરિસ્ટોને આકર્ષવા વિવિધ 16 રૂટ પર સી-પ્લેન શરૂ કરવા કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગે પોલિસીમાં સુધારો કરી જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. આ સી-પ્લેનના સંચાલનનું કામ સ્પાઇસ જેટને સોંપવામાં આવ્યું છે.