બિલિમોરાઃ દેવસરમાં ગણદેવી માર્ગ પર આવેલા જયહિન્દ ક્લેવર્ક કમ્પાઉન્ડમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ સર્વિસના ગોડાઉનમાં જ્વલનશીલ પ્રવાહીના કારણે લાગેલ ભીષણ આગમાં નિતેશ અરવિંદ પટેલ, અનુપ મોહરસિંહ નૂનીયા અને શૈલેષ ઉર્ફે ચકો ધીરુભાઈ આહીરનું ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 4 જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રિફર કરાયા છે, જ્યારે અન્ય એકની બિલિમોરા ગુપ્તા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.