મુંદ્રાઃ ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) સંચાલિત પોર્ટ એન્ડ લોજિસ્ટિક સર્વિસીસમાં ઓક્ટોબર મહિના દરમિયાન ઓપરેશનલ કામગીરીમાં વધારો નોંધાયો છે. એપીએસઇઝેડના સમગ્ર પોર્ટ્સ ખાતે ઓક્ટોબરમાં કુલ 37.9 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરાયું હતું. આ સાથે કંપનીના વાય.ટી.ડી (વર્ષ-ટુ-ડેટ) કાર્ગો હેન્ડલિંગમાં વધારો થયો છે. જ્યારે કચ્છસ્થિત મુંદ્રા બંદરે સિટી-ટી2એ ઓક્ટો.-2024માં 1,18,397 કન્ટેનર તથા 65 જહાજ સંચાલનનો નવો સર્વોચ્ચ માસિક વિક્રમ સ્થાપિત કર્યો છે.
મુંદ્રા પોર્ટના કન્ટેનર ટર્મિનલ ટી-2 ખાતે જુલાઈ 2024માં 98,725 કન્ટેનર અને 55 જહાજનું સર્વોચ્ચ સંચાલન કર્યું હતું. આ ઉપરાંત અદાણી રેલવે સર્વિસીસમાં મુંદ્રા પોર્ટે ઓક્ટોબર-2024માં કુલ 1,857 ટ્રેનમાંથી 246 ગુડ્સ ટ્રેન, 1,611 કન્ટેનર ટ્રેન (832 નિકાસ અને 1025 આયાત) થઈ હતી, જે અગાઉના ગુડ્સ અને કન્ટેનર ટ્રેન સહિત કુલ 1,852 ટ્રેનના સંચાલનનો રેકોર્ડ તોડીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.