રાજકોટમાં 1.27 લાખ મણ મગફળી ઠલવાઈ

Wednesday 13th November 2024 06:03 EST
 
 

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો દિવાળી વેકેશન નિમિત્તે સપ્તાહ સુધી બંધ રહ્યા બાદ લાભ પાંચમના શુભ દિવસથી ખૂલ્યાં હતાં અને ખૂલતાં જ મગફળી, કપાસ સહિતના વિવિધ જણસના ઢગલા ખડકાયા હતા. રાજકોટના બે માર્કેટ યાર્ડમાં એક દિવસમાં જ 2550 ટન એટલે કે 1,27,500 મણની સીઝનની સર્વાધિક મગફળીની આવક નોંધાઈ હતી. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા બેડી યાર્ડ આસપાસ ખેડૂતો કૃષિપેદાશો ભરીને લાવેલા 750થી વધુ મોટાં વાહનોની 8 કિલોમીટર લાંબી લાઇન લાગી હતી. ખેડૂતોને મુહૂર્તના સોદામાં સામાન્ય ભાવ મળ્યા છે.


comments powered by Disqus