એક સરવેમાં બહાર આવ્યું કે ઈંગ્લેન્ડમાં સાઉથ એશિયન લોકોના લગભગ એક તૃતીઆંશ (31 ટકા) લોકોને તેમની GP પ્રેક્ટિસીસમાં તેમના સપોર્ટ માટે મળી શકતી વિવિધ ભૂમિકાઓ સંબંધે જાણકારી કે જાગૃતિ નથી ત્યારે ઈંગ્લેન્ડ દ્વારા પ્રાપ્ય સપોર્ટ વિશે જાગરુકતા ફેલાવવા ગયા વર્ષના અંતે અભિયાન લોન્ચ કરાયું હતું.
આ કેમ્પેઈનના ભાગરૂપે નવો એનિમેટેડ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે જે સ્પષ્ટપણે સમજાવે છે કે પેશન્ટ્સને જ્યારે આવશ્યકતા હોય ત્યારે તેમના GP અથવા પ્રેક્ટિસ નર્સને મળવા ઉપરાંત, યોગ્ય સારસંભાળ મેળવવામાં તેમની સ્થાનિક GP પ્રેક્ટિસીસમાં વિવિધ હેલ્થ પ્રોફેશનલ્સની વિશાળ રેન્જ કેવી રીતે મદદરૂપ બની શકે છે. એનિમેશન વીડિયો ડાઉનલોડ અને શેર કરવા સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે જેથી, વધુમાં વધુ લોકોને દેશના દરેક વિસ્તારોમાં પ્રાપ્ય કોમ્યુનિટી હેલ્થ ટીમ્સ થકી ઓફર કરાતા સપોર્ટ વિશે જાણકારી આપી શકાય. આ ટીમોમાં ફાર્માસિસ્ટ્સ, મેન્ટલ હેલ્થ પ્રેક્ટિશનર્સ, પેરોમેડિક્સ, ફીઝિયોઝ અને સોશિયલ લિન્ક્સ પૂરી પાડતા વર્કર્સ સહિતનો સમાવેશ થાય છે.
NHS પેશન્ટ્સ દ્વારા તેમની જરૂરિયાતો વિશે અપાયેલી માહિતીનું બહેતર મૂલ્યાંકન કરવા 7.500થી વધુ સ્ટાફને ટ્રેનિંગ આપી રહેલ છે જેથી ટીમમા રહેલા અથવા અન્ય લોકલ સર્વિસમાં કાર્યરત યોગ્ય હેલ્થ પ્રોફેશનલ્સ તેમની તપાસ કરી શકે. ઉદાહરણ આપીએ તો, જો પેશન્ટને સ્નાયુમાં દુઃખાવાની સમસ્યા હોય તો તેમને સીધા જ ફીઝિયોથેરાપિસ્ટ પાસે મોકલવા બૂક કરી શકાય.
આ નવું એનિમેશન પેશન્ટને તેમની GP પ્રેક્ટિસ ખાતે કેટલા પ્રકારના હેલ્થ પ્રોફેશનલ્સનો સહકાર મેળવી શકે તે દર્શાવવાની સાથે જ તેમની મેડિકલ સમસ્યાઓની ચર્ચા કરવા સ્થાનિક GP પ્રેક્ટિસનો સંપર્ક કરવા અલગ અલગ માર્ગનો ઉપયોગ કરી શકે તે પણ સમજાવે છે. આમાં રિસેપ્શન ટીમને કોલ કરવો, ઓનલાઈન ફોર્મ ભરવાં અથવા NHS App.નો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
NHS ઈંગ્લેન્ડ ખાતે પ્રાઈમરી કેર ટ્રાન્સફોર્મેશનના ડાયરેક્ટર અને GP ડો. મીનલ બાખાઈએ જણાવ્યું હતું કે, ‘ પેશન્ટ્સ તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય સારસંભાળ મેળવી શકે તેની ચોકસાઈ માટે વ્યાપક પ્રકારે નિષ્ણાતોનો સમાવેશ કરવા જનરલ પ્રેક્ટિસ ટીમનું વિસ્તરણ કરાઈ રહ્યું છે. દરેક વ્યક્તિ યોગ્ય સંભાળ અને સપોર્ટનો લાભ મેળવી શકે તે માટે સેવાઓની સંપૂર્ણ રેન્જને સ્પષ્ટ અને સરળ રીતે સમજાવવામાં આ નવી એનિમેશન ઘણી મદદરૂપ છે.’
ધ મુસ્લિમ ડોક્ટર્સ એસોસિયેશન, સાઉથ એશિયન હેલ્થ ફાઉન્ડેશન અને એસોસિયેશન ઓફ બ્રિટિશ શીખ નર્સીસ NHS ઈંગ્લેન્ડની યુટ્યૂબ ચેનલ પર જોઈ શકાતી કે ડાઉનલોડ કરી શકાતી આ એનિમેશનના શેરિંગમાં NHSને સપોર્ટ કરી રહ્યા છે. એનિમેશન હવે હિન્દી, ગુજરાતી, બંગાળી અને પંજાબી ભાષામાં પણ પ્રાપ્ય છે.
મુસ્લિમ ડોક્ટર્સ એસોસિયેશનના ચેર ડો. હિના શાહિદે જણાવ્યું હતું કે, ‘પેશન્ટને વધુ સારી રીતે પ્રાપ્ય બની રહે તેવા હેલ્થકેર પ્રોફેશલ્સની ટીમ પેશન્ટ્સને જે સારસંભાળ જરૂરી હોય તે મેળવી શકે તેની ચોકસાઈ કરવામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. વિવિધ ભાષાઓમાં પ્રાપ્ય એનિમેશન સાથે વધુ લોકો તેમને શું મળી શકે તેમ છે તે બરાબર સમજી શકશે.’
તમે યુટ્યૂબ પર વિવિધ ભાષામાં આ એનિમેશન નિહાળી અને શેર કરી શકો છોઃ
ઈંગ્લિશઃ English: https://youtu.be/CT0aB-EORMU
ગુજરાતીઃ Gujarati: https://youtu.be/Cg9aW2kBQag
જનરલ પ્રેક્ટિસિસ પર ઓફર કરાયેલા સપોર્ટ વિશે વધુ જાણકારી મેળવવા nhs.uk/GPservices ની મુલાકાત લેશો.