અખાત્રીજે આથમણો પવન ફુંકાતાં મધ્યમ ચોમાસાનો વરતારો

Wednesday 15th May 2024 07:06 EDT
 
 

બગસરાઃ અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઈ તરફથી વાય છે તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રોમાં ઇંતેજારી હતી. અખાત્રીજે વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આથમણી તેમજ નૈઋત્ય દિશાનો પવન વાતાં વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વરતારો આપ્યો હતો. ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે.
વધુમાં ચૈત્રી દનૈયા દરમિયાન છેલ્લા બે દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેતાં ચોમાસાના અંતે જરૂરિયાત મુજબ વરસાદ ન પડવાની પણ શક્યતા છે.
આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા દરમિયાન તાપ તેમજ અખાત્રીજના પવનના વરતારાને કારણે
એકંદરે આવનારું ચોમાસું પ્રમાણમાં મધ્યમ રહે તેવું જાણકારો માને છે.


comments powered by Disqus