અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભાજપના જ ભાજપને આડા આવ્યા હોવાની અનેક ઘટના બની છે. ગેરશિસ્ત અંગે કમલમ દ્વારા તેની ગંભીર નોંધ લેવાઈ છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખીને જવાહર ચાવડાને નિશાન બનાવી પક્ષવિરોધી પ્રવૃત્તિનો આક્ષેપ કર્યો છે. લાડાણી જ નહીં અન્ય મત વિસ્તારમાં ભાજપના જ જયચંદોએ ભાજપને હરાવવા પ્રયાસ કર્યા છે, જેની વિગતો મગાવાઈ છે. ચૂંટણી પરિણામ બાદ પક્ષવિરોધીઓને ઘરનો રસ્તો બતાવવા ભાજપે અત્યારથી મન બનાવી લીધું છે.