અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરે અખાત્રીજના દિવસથી રથયાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું. આ સાથે ભગવાનને ઠંડક માટે ચંદનયાત્રા પણ યોજાઈ હતી. શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈએ નીકળશે.