જૂનાગઢમાં અદાવત રાખી પિતા-પુત્રની ગોળી મારી હત્યા

Wednesday 15th May 2024 07:06 EDT
 
 

જૂનાગઢઃ વંથલીના રવની ગામની સીમમાં રહેતા 35 વર્ષીય કુખ્યાત રફિક આમદ સાંધ અને તેના 18 વર્ષીય પુત્ર જીહાલ સાંધની ગોળી મારી હત્યા કરી દેવાઈ. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગત 8 માર્ચે ધુળેટીની રાત્રે રવનીના સલીમ સાંધની છાતીમાં ગોળીઓ ધરબી હત્યા કરાઈ હતી. આ હત્યાનું વેર વાળવા પિતા-પુત્રની 7 શખ્સે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. સલીમની હત્યાના ગુનામાં લતીફ અબ્દુલ સાંધ અને તેના કુટુંબી ભાઈ મુસ્તાક હનીફને પોલીસે ઝડપ્યા હતા. સલીમ સાંધ જે રસ્તેથી નીકળવાનો હતો તે રસ્તાનું લોકેશન લતીફ અને મુસ્તાકને આપવાના ગુનામાં પોલીસે હત્યાનો ભોગ બનેલા જીહાલની ધરપકડ કરી હતી. થોડા મહિના પહેલાં જ જીહાલ સાંધ જામીન પર છૂટ્યો હતો.


comments powered by Disqus