નવસારીઃ નવસારીના દાંડી દરિયાકિનારે રવિવારની રજામાં ફરવા આવેલા ખડસુપા બોર્ડિંગ નજીકના નવાતળાવ ગામમાં રહેતો રાજસ્થાની પરિવાર તેમજ અન્ય સહેલાણીઓ દરિયાનાં મોજાંમાં ખેંચાઈ જતાં ભારે બૂમાબૂમ થઈ હતી. જેને લઈને દરિયાકિનારે સુરક્ષા માટે તહેનાત પોલીસ અને હોમગાર્ડના જવાનોએ દોડી જઈ ત્રણ યુવકોને બચાવી દીધા હતા, જ્યારે રાજસ્થાની પરિવારના ચાર સભ્યો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નવસારીના જલાલપુર તાલુકાના નવાતળાવ ગામમાં રહેતો રાજસ્થાની પરિવાર દાંડી દરિયાકિનારાની સહેલગાહે ગયો હતો.