પાલિતાણામાં જૈન શ્રાવક પર ચોકીદાર સહિત 3 શખ્સનો હુમલો

Wednesday 15th May 2024 07:06 EDT
 
 

ભાવનગરઃ અખાત્રીજે શત્રુંજય તીર્થ પર આવેલા બાબુ દેરાસરમાં જૈન શ્રાવક પર જીવલેણ હુમલો થયો હોવાની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાબુ દેરાસરમાં ચોકીદાર મના રાઠોડ, તેમનો પુત્ર ધરમ રાઠોડ અને ભરત રાઠોડ નામની વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ અમદાવાદના ખાનપુરના જૈન તપસ્વી વિરેશ શેઠે કરી છે.
ફરિયાદ અનુસાર વિરેશભાઈ વર્ષીતપનાં પારણાં માટે તળેટી પર દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે મના રાઠોડ નામના શખ્સે રિઝર્વ ફોરેસ્ટમાં પલંગો, જગ, ટેબલ વગેરેનું કરેલું દબાણ હટાવવાનું કહેતાં મના રાઠોડ અને તેના પુત્રે મારી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે સવારે બહાર નીકળતાં મના રાઠોડે હુમલો કરી તેમને ઢોરમાર માર્યો હતો.


comments powered by Disqus