અમરેલીઃ સાવરકુંડલામાં બુધવારની રાત્રે એક મહિલાની ઇલેક્ટ્રિક બ્લેડરથી ગળું કાપી હત્યા કરવામાં આવી. આ હત્યા મહિલાની પુત્રવધૂ અને તેની માતાએ કરી હોવાની ચોંકાવનારી બાબત તપાસમાં સામે આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે. પુત્રવધૂએ આ હત્યા કરવા પોતાની માતાને અમદાવાદથી બોલાવી હતી અને સાસુની હત્યા કરતા પહેલાં પુત્રવધૂએ તેમની આંખમાં મરચાંની ભૂકી પણ નાખી હતી. વૈભવ પાઠકનાં લગ્ન 8 મહિના પહેલાં અમદાવાદની શ્વેતા શાસ્ત્રી સાથે થયાં હતાં. શ્વેતાને સાસુ બીનાબહેન સાથે ઝઘડા થતા હોવાથી તેણે અમદાવાદમાં રહેતી તેની માતા સોનલબહેનને આ અંગે વાત કરી હતી અને પોતાની સાસુની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પતિ વૈભવ નોકરીએ જતાં માતા-પુત્રીએ બીનાબહેનની આંખમાં મરચાની ભૂકી છાંટી ઇલેક્ટ્રિક બ્લેડરથી તેમની હત્યા કરી હતી.