નવી દિલ્હીઃ ભારત સાથે લદાખ અને અરુણાચલપ્રદેશનો સીમા વિવાદ ઉકેલવા ઠાગાઠૈયાં કરી રહેલા ચીનને આખરે ભારતની મક્કમતા સામે ઝૂકવું પડ્યું છે. જ્યારે જ્યારે સીમા વિવાદ ઉકેલવા મંત્રણાઓનો દોર યોજાય ત્યારે ચીન દ્વારા એક તરફ દોસ્તીનો હાથ લંબાવવાનો દેખાવ કરવામાં આવતો હતો અને બીજી તરફ કાચિંડાની જેમ રંગ બદલીને લદ્દાખ તેમજ અરુણાચલ પર પોતાની માલિકીનો દાવો કરવામાં આવતો હતો.
ભારત દ્વારા વારંવાર ચીનને તેની સેના ખસેડીને અગાઉનાં પોઇન્ટ પર લઈ જવા આગ્રહ કરવામાં આવ્યો હતો. ભારતના તંગદિલી હળવી કરવાનાં પ્રયાસો પર ચીન ધ્યાન આપતું નહોતું. સીમા વિવાદ ઉકેલવા સૈન્યસ્તરે કમાન્ડર કક્ષાની 19 બેઠક યોજવામાં આવી હતી, જેનું પરિણામ શૂન્ય રહ્યું હતું. જો કે આખરે ચીનની સાન ઠેકાણે આવી છે અને વિશેષ રાજદૂત શૂ ફેંઈહોંગની નિયુક્તિ કરવામાં આવી છે.