જૂનાગઢઃ વર્ષ 1975થી 1980ના સમયગાળામાં મેંદરડા અને માળિયા હાટીનાના ધારાસભ્ય રહી ચૂકેલા રત્નાબાપાનું 103 વર્ષની વયે નિધન થયું છે.
103 વર્ષની આવરદા ધરાવનારા રત્નાબાપા રાષ્ટ્રવાદી હતા અને જાહેરજીવન દરમિયાન સરકારી ભથ્થાં સ્વીકારતા નહોતા. તેમના ધારાસભ્ય કાર્યકાળ દરમિયાન ખેડૂતોનાં મસિહા બની તત્કાલીન સરકાર સામે બંડ પોકારી ખેડૂતો પર લાદેલો કર નાબૂદ કરાવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના બીલખા ગામે રહેતા રત્નાભાઈ ઠુમ્મરે જિંદગીના આખરી પડાવે પણ લોકશાહીના મહાપર્વ પર ચૂંટણીમાં મતદાન કરવા લોકોને અનુરોધ કર્યો હતો. કોરોના સમયે રત્નાબાપાએ પણ રૂ. 51 હજાર સી.એમ. રાહત ફંડમાં આપ્યા હતા, જેની પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ નોંધ લેવાઈ હતી.