ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી પણ થઈ. આ 5 બેઠકો પૈકી કોંગ્રેસના 4 અને અપક્ષના એક ધારાસભ્ય ભાજપમાં જોડાઈ જતાં ચૂંટણીપંચે પેટાચૂંટણી જાહેર કરી હતી. આ 5 પૈકી વાઘોડિયા બેઠક પર સૌથી વધુ 70.29 ટકા મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું 53.94 ટકા મતદાન માણાવદરની બેઠક પર થયું છે.