પોરબંદરઃ ચૂંટણી પૂરી થતાં જ હવે ભાજપમાં ભરતી અને સિનિયર કાર્યકરોની અવગણના સામે ભભૂકતી અસંતોષની આગ હવે ફાટી નીકળી છે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવારને ભાજપના જ નેતાઓએ હરાવતાં ગુજરાત ભાજપમાં ખળભળાટ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઇલુ ઇલુ વાળા નિવેદન સામે અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ બળાપો કાઢી આડકતરો એવો જવાબ આપ્યો છે કે ગુજરાતીમાં થેન્ક યુ પણ ન બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે.
તમારી ટિકિટ કેમ કપાઈ એ તમને ખબર જ છે !
અમરેલીમાં ભાજપે ‘થેન્ક યુ' બોલતાં પણ ના આવડે એવા ઉમેદવારને ટિકિટ આપી મતદારો સાથે દ્રોહ કર્યો છે. કાછડિયાના આક્ષેપો સામે ભાજપઉમેદવાર ભરત સુતરિયાએ પ્રહાર કરી સાંસદને પત્ર લખી જણાવ્યું કે, તમે ભલે કહો મને થેન્ક યુ બોલતાં ન આવડે, પણહું તમને યાદ અપાવું છું કે મેં તો તમને અનેક વખત થેન્ક યુ કહ્યું છે.
ચાવડાના પુત્રનો ભાજપને હરાવવા પ્રયાસઃ ઉમેદવાર લાડાણી
માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીના ભાજપ ઉમેદવાર લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પુત્ર અને ભાજપના હોદ્દેદારોએ તેમને હરાવવા સંમેલન બોલાવ્યું હોવા અંગે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને ફરિયાદ કરી છે.