લંડનઃ અગ્રણી આધ્યાત્મિક સંસ્થા હાર્ટફૂલનેસ અને તેના પ્રતિષ્ઠિત વૈશ્વિક માર્ગદર્શક તેમજ કોમનવેલ્થ માટે શાંતિનિર્માણ અને આસ્થાના વૈશ્વિક એમ્બેસેડર દાજી એક દાયકા બાદ યુનાઈટેડ કિંગ્ડમની મુલાકાતે આવી રહ્યા છે. દાજી યુકેના ઓડિયન્સીસ સાથે તાદાત્મ્ય સાધશે ત્યારે 16થી 22 મે 2024 સુધીની નિયત મુલાકાત મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે.
કાર્યક્રમોની શ્રેણીનો આરંભ કરવા હાર્ટફૂલનેસ અને દાજી શનિવાર 18 મેએ સવારે 10 AM થી 12 PM ના ગાળામાં ઈન્ટરકોન્ટિનેન્ટલ લંડન - The O2 ખાતે માસ્ટરક્લાસ ઈન મેડિટેશનની યજમાની કરશે. જાહેર જનતા માટે નિઃશુલ્ક આ સેશનમાં હાર્ટફૂલનેસ મેડિટેશનના પરિવર્તનકારી ફાયદાઓ વિશે લોકોને સ્વયં દાજી પાસેથી જાણકારી પ્રાપ્ત થશે. જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહેવાની ખાતરી સાથેના જાહેર ઈવેન્ટમાં યુકે અને યુરોપમાંથી પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત 3,000 કરતા વધુ લોકો ભાગ લેશે તેવી ધારણા છે. આ ઈવેન્ટનું થીમ ‘એમ્પાવરિંગ હ્યુમનિટી થ્રુ મેડિટેશન’ છે. નિઃશુલ્ક ઈવેન્ટમાં રજિસ્ટ્રેશન માટે જૂઓ વેબસાઇટઃ https://events.heartfulness.uk/daajiinlondon2024
વધુ એક નોંધનીય ઈવેન્ટ સોમવાર 20 મે 2024ના દિવસે હાઉસ ઓફ લોર્ડ્ઝ, યુકે પાર્લામેન્ટ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાશે. પસંદગીના મહેમાનો માટેના આ સ્પેશિયલ ઈવેન્ટ ‘દાજી સાથે વાર્તાલાપ - In Conversation with Daaji’નું આયોજન ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ હાર્ટફૂલનેસ મેડિટેશન માર્ગના શારીરિક, માનસિક, સંવેદનાત્મક અને આધ્યાત્મિક ફાયદાઓ વિશે પ્રત્યક્ષ જાડી પાસેથી શીખવાની અનોખી તક પૂરી પાડશે. આ ઈવેન્ટમાં હાર્ટફૂલનેસ મેડિટેશન થકી સુસંવાદિતા અને એકતાને આગળ વધારવા ઈન્ટરફેઈથ સંવાદ પર હશે. કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિસિઆ સ્કોટલેન્ડ KC ફાયરસાઈડ ચેટનું મોડરેટિંગ કરશે.
પોતાના યોગદાનો માટે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને માન્યતાપ્રાપ્ત દાજીને ભારતનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે. તાજેતરમાં જ કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિસિઆ સ્કોટલેન્ડ KC દ્વારા તેમને કોમનવેલ્થના શાંતિનિર્માણ અને આસ્થાના વૈશ્વિક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માનવતાને આજીવન સમર્પણ તેમજ હાર્ટફૂલનેસ મારફત શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણીય ઈનિશિયેટિવ્ઝની કદર કરી દાજીને આ મુલાકાત દરમિયાન સિટી ઓફ લંડન દ્વારા પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
દાજીએ આભાર કરતા જણાવ્યું છે કે,‘ યુનાઈટેડ કિંગ્ડમ સાથે પુનઃ જોડાતા અને ફ્રીડમ ઓફ ધ સિટી એવોર્ડ સ્વીકારતા મને આનંદ થયો છે. આ કદર એક સન્માન છે. ક્યારેય ન હતા તેમ અત્યારે એકતા અને સુસંવાદિતા વધુ મહત્ત્વપૂર્ણ છે. વિશ્વને એક સાથે લાવવામાં મેડિટેશન એક મહત્ત્વના સાધન તરીકે કામ કરશે.’
ભારતમાં 1945માં સ્થાપિત હાર્ટફૂલનેસ આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં સુલભ અને વ્યવહારુ હળવાશ, ધ્યાન તેમજ સ્વવિકાસ અને આંતરિક શાંતિને પ્રોત્સાહિત કરતી કાયાકલ્પ પદ્ધતિઓ ઓફર કરે છે. વિશ્વના 160 દેશોમાં 10 મિલિયનથી વધુ પ્રેક્ટિશનર્સની વૈશ્વિક કોમ્યુનિટી, 16,000 ટ્રેઈનર્સના સપોર્ટ સાથે હાર્ટફૂલનેસ વિશ્વભરમાં લોકોને વિધેયાત્મક અસર કરવાનું કાર્ય સતત કરે છે.
દાજીના ઉપદેશો હાર્ટફૂલનેસના પથ પરની તેમની યાત્રામાં ઊંડા મૂળ, ધ્યાનમાં તેમના પ્રચંડ રસ તેમજ વિવિધ આધ્યાત્મિક પરંમપરાઓ અને વૈજ્ઞાનિક સંશોધનો પ્રત્યે તેમના અવિરત આદર થકી આવે છે. તેમના સુગઠિત કાર્યોમાં હાર્ટફૂલનેસના વિસ્તૃત વૈશ્વક હેડક્વાર્ટર્સ કાન્હા શાંતિ વનમની સ્થાપનાનો સમાવેશ થાય છે જ્યાં, થી વધુ વ્યક્તિનો સમાવેશ થઈ શકે તેવો વિશ્વમાં સૌથી મોટો મેડિટેશન હોલ છે.
દાજી યુકેમાં પોતાના રોકાણ દરમિયાન પ્રતિષ્ઠિત સ્થાનિક નેતાગણ સાથે વાર્તાલાપ ઉપરાંત, કોમનવેલ્થ સેક્રેટરિએટ સાથે સ્પેશિયલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર, માલબરો હાઉસ ખાતે 22મી કોમનવેલ્થ એજ્યુકેશન મિનિસ્ટર્સ કોન્ફરન્સને સંબોધન, હાઉસ ઓફ લોર્ડ્ઝ ખાતે પાર્લામેન્ટના સભ્યો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો સાથે વૈચારિક આદાનપ્રદાન અને લંડનમાં નિસડન મંદિરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભક્તો સાથે બેઠક પણ કરશે. દાજી માનવતાવાદી પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં પારસ્પરિક ભાગીદારી શરૂ કરવા વિશ્વના ચાર ખંડોમાં કામ કરનારી બ્રિટડિશ એનજીઓ ધ યુનિટી ઓફ ફેઈથ્સ ફાઉન્ડેશન (TUFF)ના સ્થાપકોને પણ મળવાના છે.
યુકેમાં હાર્ટફૂલનેસ વિશે વધુ માહિતી મેળવવા https://heartfulness.uk તેમજ દાજીની યાત્રા અને ઉપદેશો વિશે વિસ્તૃત જાણકારી માટે https://daaji.org ની મુલાકાત લેશો.
ભારત આધ્યાત્મિકતા અને લોકશાહીની માતા છેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભારતમાં હાર્ટફૂલનેસના વડા મથક કાન્હા શાંતિ વનમ ખાતે 15 માર્ચ 2024ના રોજ ‘ગ્લોબલ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ’નું આયોજન કરાયું હતું જેમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યાં હતાં. ચાર દિવસની અનોખી આધ્યાત્મિક શિખર પરિષદનું આયોજન મિનિસ્ટ્રી ઓેફ કલ્ચર અને હાર્ટફૂલનેસ દ્વારા સંયુક્તપણે કરાયું હતું. શિખર પરિષદનું થીમ ‘આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ’ હતું. સર્વ ધર્મ અને કોમ્યુનિટીઓના આધ્યાત્મિક ગુરુઓ સામૂહિક માનવ ચેતના જગાવવા એક મંચ પર એકત્ર થયા હતા અને આંતરિક શાંતિ, ઘનિષ્ઠતા અને વૈશ્વિક સુમેળના આદર્શો પર વિચારણા કરી હતી. સમિટ દરમિયાન ‘ગ્લોબલ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ’નું ગાન ‘આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ’ લોન્ચ કરાયું હતું.
‘આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ’ પર પેનલ ચર્ચામાં મિનિસ્ટ્રી ઓેફ કલ્ચરના એડિશનલ સેક્રેટરી અને ફાઈનાન્સિયલ એડવાઈઝર રંજના ચોપરા, સ્વામી આત્મપ્રિયાનંદ (રામકૃષ્ણ મિશન), સિસ્ટર ઉષાબહેન (બ્રહ્માકુમારીઝ), પ.પૂ. ચિન્ના જીયાર સ્વામીજી (શ્રી વૈષ્ણવવાદ) અને હાર્ટફૂલનેસના ગ્લોબલ ગાઈડ શ્રી કમલેશ ડી. પટેલ (દાજી)એ અર્થસભર વિચારો પ્રગટ કર્યાં હતાં. બીજી પેનલચર્ચા ‘દૈનિક જીવનમાં આધ્યાત્મિકતા’માં મિનિસ્ટ્રી ઓેફ કલ્ચરગીતા પરિવાર), સાધ્વી શિલ્પાજી મહારાજ (વિરાયતન), પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (રાજ ચંદ્ર મિશન), યોગી નાથ જે (સંત ધ્યાનેશ્વર મહારાજ સંસ્થાન), ડો. જયંતિ રાવિ (ઓરોવિલે ફાઉન્ડેશન)માસ્ટર જી શ્રી રાજેશ કામરા અને કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિસિઆ સ્કોટલેન્ડ KCએ ભાગ લીધો હતો. ‘ગ્લોબલ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ’માં રામકૃષ્ણ મિશન, પરમાર્થ નિકેતન, ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, માતા અમૃતાનંદમયી મઠ, હૈદરાબાદના આર્ચબિશપ કાર્ડિનલ એન્થની પૂલા, બ્રહ્માકુમારીઝ, પતંજલિ યોગપીઠ, ઈશા ફાઉન્ડેશન, મહર્ષિ ફાઉન્ડેશન (મનોતીત ધ્યાન), શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC), શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, શ્રી ગુરુદેવ સેવા મંડળ, અલાન્દી, ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન તેમજ શ્રી રામ ચંદ્ર મિશન/ હાર્ટફૂલનેસ સહિત અનેક આધ્યાત્મિક સંસ્થાઓએ હાજરી આપી હતી.