અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ 8 મેએ ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કપરા સમયમાંથી પસાર થયો છું.
તેમણે એમ પણ કહ્યું કે, મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ પીડાદાયક છે. મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું તે બદલ હું દિલગીર છું.
‘હું આ ઘટનાનું કેન્દ્રબિંદુ’
મારા પક્ષના ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનોનો એ નિર્ણય રહેશે. ક્ષત્રિય સમાજ અંગેનું નિવેદન મારું હતું અને તેના માટે હું જ જવાબદાર છું, અન્ય કોઈ પણ નહીં. હવે ભાજપના કાર્યકર તરીકે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ હતી તે બદલ સમગ્ર સમાજની માફી માગું છું.
અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ 8 મેએ ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કપરા સમયમાંથી પસાર થયો છું. તેમણે એમ પણ કહ્યું કે, મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ પીડાદાયક છે. મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું તે બદલ હું દિલગીર છું.‘હું આ ઘટનાનું કેન્દ્રબિંદુ’મારા પક્ષના ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનોનો એ નિર્ણય રહેશે. ક્ષત્રિય સમાજ અંગેનું નિવેદન મારું હતું અને તેના માટે હું જ જવાબદાર છું, અન્ય કોઈ પણ નહીં. હવે ભાજપના કાર્યકર તરીકે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ હતી તે બદલ સમગ્ર સમાજની માફી માગું છું.