17 વર્ષની તરુણી સાથે 3 નરાધમોનો ગેંગરેપ

Wednesday 16th October 2024 03:24 EDT
 
 

બારડોલીઃ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી રોડ પર મોટા બોરસરા ગામની સીમમાં રોડ પર રાત્રે ઊભા રહીને 17 વર્ષની તરુણી પોતાના મિત્ર સાથે વાતચીત કરી હતી. તે સમયે બાઇક પર આવેલા 3 નરાધમોએ પ્રેમીને માર મારી લૂંટી લઈ તરુણીને શેરડીના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરી પીંખી નાખતાં ચકચાર મચી હતી.
બનાવની જાણ થતાં રેન્જ આઇજી તથા ડીએસપી સહિત જિલ્લાભરની પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ 2 આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ચોરસિયાને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે પોલીસની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી શિવશંકરનું મોત નીપજ્યું છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં આરોપી શિવશંકરને પહેલેથી જ હૃદયમાં બે બ્લોકેજ હોવાનું જણાયું છે. જો કે સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે જાણ થશે. હિસ્થોપેથો અને કેમિકલ રિપોર્ટ પેડિંગ છે. ઉલ્લેખનીય છે કે, ત્રીજો આરોપી મુન્ના કરબલી પાસવાન 7 દિવસના રિમાન્ડ પર છે.


comments powered by Disqus