પાલનપુરઃ છેલ્લાં 25 વર્ષથી ઉત્તરપ્રદેશના મથુરાથી આવી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દશેરામાં દહન કરવા માટે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં બનાવવાની કામગીરી કરે છે. તેમની અદભુત કલાકારીથી ખુશ થઈ પાલનપુર રામસેવા સમિતિ દ્વારા છેલ્લાં 25 વર્ષથી મથુરાના આ મુસ્લિમ પરિવારને જ આ કામગીરી સોંપાય છે. મુસ્લિમ પરિવારના સભ્યો દ્વારા 61 ફૂટનો રાવણ અને 51- 51 ફૂટના મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં તૈયાર કરાય છે.
મથુરાથી ખાસ આવે છે 12 સભ્યોનો પરિવાર
રામસેવા સમિતિના પ્રમુખ કમલેશભાઈએ જણાવ્યું કે, મથુરાથી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દરવર્ષે નવરાત્રી પહેલાં પાલનપુર આવી જાય છે અને 35થી 40 દિવસ પાલનપુરમાં જ રોકાઈ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં બનાવે છે.