અમદાવાદઃ કેન્દ્ર સરકારે 70 કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. 5 લાખ સુધીનું આરોગ્ય કવચ આપવા જાહેરાત કરી હતી. આ માટે વરિષ્ઠ નાગરિકો માટે આવકમર્યાદા નથી. જાહેરાત સાથે જ ગુજરાતમાં 70 વર્ષથી વધુના 32 લાખ વૃદ્ધોને યોજના હેઠળ કવર કરાશે. જુલાઈમાં લોકસભામાં અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં અત્યાર સુધી 70 વર્ષ વટાવી ચૂકેલા 3.21 લાખ વૃદ્ધોના આરોગ્ય પાછળ આયુષ્માન ભારત હેઠળ ˘
રૂ. 1106 કરોડ ખર્ચ કરાયો છે.