અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી-2024ની જાહેરાત કરવામાં આવી. નવી પોલિસી મુજબ 5 વર્ષ સુધી પ્રતિવ્યક્તિ 2 હજારથી 5 હજાર પે રોલ આપવામાં આવશે, જ્યારે 8 વર્ષ માટે 7 ટકા સબસિડી આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ પોલિસી 2024ને લઈ જણાવ્યું કે, નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રખાયું છે. પહેલી વખત આ પોલિસીમાં 25 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરાઈ છે. જૂની પોલિસીમાં વ્યાજ પર સબસિડી 5થી 6 ટકા હતી, જેને ઘટાડી 2 ટકા કરાઈ છે, જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો કરાઈ છે.