સ્ટોકહોમઃ જાપાનના સંગઠન નિહોન હિડાન્ક્યોને આ વર્ષે શાંતિ માટે નોબેલે પુરસ્કારથી સન્માનિત કરાયું છે. સંસ્થાને આ સન્માન દુનિયામાં પરમાણુ હથિયારોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા માટે અપાયું છે. આ સંગઠનમાં એવા લોકો સામેલ છે જેઓ બીજા વિશ્વયુદ્ધમાં હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલામાં જીવિત બચ્યા હતા. તેમને 'હિબાકુશા' કહેવામાં આવે છે. આ હિબાકુશા દુનિયાભરમાં પોતાની પીડા અને દર્દથી ભરેલી યાદોને નિહોન હિડાન્ક્યો સંગઠનના માધ્યમથી વ્યક્ત કરે છે. નિહોન હિડાન્ક્યો સંગઠનની સ્થાપના 1956માં પરમાણુ અને હાઇડ્રોજન બોમ્બ વિરુદ્ધ થઈ રહેલી બીજી વર્લ્ડ કોન્ફરન્સ દરમિયાન થઈ હતી.
દક્ષિણ કોરિયાનાં લેખિકાને સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ
આ વર્ષનું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક દક્ષિણ કોરિયાનાં લેખિકા હાન કાંગે જીત્યું છે. નોબેલ કમિટીએ જણાવ્યું કે, ઐતિહાસિક આઘાતનો સામનો કરતા અને માનવજીવનની નાજુકતાને ઉજાગર કરતા તીવ્ર કાવ્યાત્મક ગદ્ય બદલ હાન કાંગને આ સન્માન અપાયું છે.
એસેમોગ્લુ, જોહ્નસન, રોબિન્સનને અર્થશાસ્ત્રનું નોબેલ
રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સે આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે અર્થશાસ્ત્રનું આ પારિતોષિક આલ્ફ્રેડ નોબેલની યાદમાં સ્વેરીજેસ રિક્સબેન્ક પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને ફાળે ગયું છે. ડેરોન એસેમોગ્લુ આર્મેનિયન વંશનાટર્કિશ-અમેરિકન અર્થશાસ્ત્રી છે. તેઓ 1993થી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટમાં ભણાવી રહ્યા છે.
હિન્ટન અને હોપફિલ્ડને ફિઝિક્સનું નોબેલ
આ વર્ષે ફિઝિક્સ માટેનું નોબેલ પારિતોષિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ગોડફાધર કહેવાતા બ્રિટિશ - કેનેડિયન કોમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને કોગ્નિટિવ સાઇકોલોજિસ્ટ જેફી ઈ. હિન્ટન તથા અમેરિકી વિજ્ઞાની, પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જોન જે. હોપફિલ્ડે જીત્યું છે. તેમને મશીન લર્નિંગની આર્ટિફિશિયલ ન્યૂરોન્સ આધારિત નવી ટેક્નોલોજીઓ વિકસાવવા બદલ આ સન્માન અપાયું છે.
કેમિસ્ટ્રીનું નોબેલ સંયુક્ત રીતે 3 વૈજ્ઞાનિકને
કેમિસ્ટ્રીનું 2024નું નોબેલ ઇનામ ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જ્હોન જમ્પરને અપાયું છે. આ વખતે આ ઇનામ બે ભાગમાં વિભાજિત કરાયું છે. એક હિસ્સામાં ડેવિડ બેકરને અને બીજામાં ડેમિસ હસાબિસ અને જ્હોન જમ્પરની જોડીને આપવામાં આવ્યું છે. ડેવિડ બેકરને કમ્પ્યુટેશનલ પ્રોટિન ડિઝાઇન માટે ઇનામ મળ્યું છે. ડેમિસ હસાબિસ અને જોન જમ્પરને પ્રોટિન સ્ટ્રકચરની ભવિષ્યવાણીની ક્ષમતા વિકસાવવા માટે નોબેલ ઇનામ માટે પસંદ કરાયા છે.
સ્ટોકહોમઃ જાપાનના સંગઠન નિહોન હિડાન્ક્યોને આ વર્ષે શાંતિ માટે નોબેલે પુરસ્કારથી સન્માનિત કરાયું છે. સંસ્થાને આ સન્માન દુનિયામાં પરમાણુ હથિયારોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા માટે અપાયું છે. આ સંગઠનમાં એવા લોકો સામેલ છે જેઓ બીજા વિશ્વયુદ્ધમાં હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલામાં જીવિત બચ્યા હતા. તેમને 'હિબાકુશા' કહેવામાં આવે છે. આ હિબાકુશા દુનિયાભરમાં પોતાની પીડા અને દર્દથી ભરેલી યાદોને નિહોન હિડાન્ક્યો સંગઠનના માધ્યમથી વ્યક્ત કરે છે. નિહોન હિડાન્ક્યો સંગઠનની સ્થાપના 1956માં પરમાણુ અને હાઇડ્રોજન બોમ્બ વિરુદ્ધ થઈ રહેલી બીજી વર્લ્ડ કોન્ફરન્સ દરમિયાન થઈ હતી.દક્ષિણ કોરિયાનાં લેખિકાને સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝઆ વર્ષનું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક દક્ષિણ કોરિયાનાં લેખિકા હાન કાંગે જીત્યું છે. નોબેલ કમિટીએ જણાવ્યું કે, ઐતિહાસિક આઘાતનો સામનો કરતા અને માનવજીવનની નાજુકતાને ઉજાગર કરતા તીવ્ર કાવ્યાત્મક ગદ્ય બદલ હાન કાંગને આ સન્માન અપાયું છે. એસેમોગ્લુ, જોહ્નસન, રોબિન્સનને અર્થશાસ્ત્રનું નોબેલરોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સે આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે અર્થશાસ્ત્રનું આ પારિતોષિક આલ્ફ્રેડ નોબેલની યાદમાં સ્વેરીજેસ રિક્સબેન્ક પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને ફાળે ગયું છે. ડેરોન એસેમોગ્લુ આર્મેનિયન વંશનાટર્કિશ-અમેરિકન અર્થશાસ્ત્રી છે. તેઓ 1993થી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટમાં ભણાવી રહ્યા છે.હિન્ટન અને હોપફિલ્ડને ફિઝિક્સનું નોબેલઆ વર્ષે ફિઝિક્સ માટેનું નોબેલ પારિતોષિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ગોડફાધર કહેવાતા બ્રિટિશ - કેનેડિયન કોમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને કોગ્નિટિવ સાઇકોલોજિસ્ટ જેફી ઈ. હિન્ટન તથા અમેરિકી વિજ્ઞાની, પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જોન જે. હોપફિલ્ડે જીત્યું છે. તેમને મશીન લર્નિંગની આર્ટિફિશિયલ ન્યૂરોન્સ આધારિત નવી ટેક્નોલોજીઓ વિકસાવવા બદલ આ સન્માન અપાયું છે. કેમિસ્ટ્રીનું નોબેલ સંયુક્ત રીતે 3 વૈજ્ઞાનિકનેકેમિસ્ટ્રીનું 2024નું નોબેલ ઇનામ ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જ્હોન જમ્પરને અપાયું છે. આ વખતે આ ઇનામ બે ભાગમાં વિભાજિત કરાયું છે. એક હિસ્સામાં ડેવિડ બેકરને અને બીજામાં ડેમિસ હસાબિસ અને જ્હોન જમ્પરની જોડીને આપવામાં આવ્યું છે. ડેવિડ બેકરને કમ્પ્યુટેશનલ પ્રોટિન ડિઝાઇન માટે ઇનામ મળ્યું છે. ડેમિસ હસાબિસ અને જોન જમ્પરને પ્રોટિન સ્ટ્રકચરની ભવિષ્યવાણીની ક્ષમતા વિકસાવવા માટે નોબેલ ઇનામ માટે પસંદ કરાયા છે.