ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાની ગોળી મારીને હત્યા

Wednesday 16th October 2024 04:00 EDT
 
 

મોડાસાઃ ભિલોડાના રામપુરી ગામે બે બાળકોની માતા પર ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુટુંબીએ મહિલાને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી. આ ચકચારી ઘટનાને પગલે પોલીસે આરોપી રાજેન્દ્ર તબીયાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.
સોમવારની રાત્રે ભિલોડાના રામપુરી ગામે ફળિયામાં સૂઈ રહેલી બે બાળકોની માતાને ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુટુંબીએ ગોળી ધરબી દીધી હતી. રાત્રે ફાયરિંગનો અવાજ આવતાં પાસે સૂતેલાં બાળકો અને આસપાસ રહેતા લોકો જાગી ગયા હતા અને મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ભિલોડા હોસ્પિટલના ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
ગુજરાતમાં સ્ત્રીશક્તિને માન આપતાં નવરાત્રીની ઉજવણી થઈ, તો બીજી તરફ એવો પણ વિરોધાભાસ માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં સ્ત્રીની ડાકણનો વહેમ રાખીને હત્યા કરવામાં આવી. એનસીઆરબીના વર્ષ 2017થી 2021ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કુલ 18 મહિલાની ડાકણનો વહેમ રાખીને હત્યા થઈ છે.


comments powered by Disqus