નવનાત ભવન, હેઝમાં નવરાત્રી અને દશેરાના પર્વની ઉજવણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લઇ માતાજીના પૂજન-અર્ચન ને આરાધના ભક્તિભેર કર્યાં. ૧૨ ઓક્ટોબર વિજયા દશમીના પર્વે હીલીંગ્ડન - હેરોના કાઉન્સિલર્સ અને “ગુજરાત સમાચાર’ ‘એશિયન વોઇસ’ના તંત્રીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ દિવસે મોટો માનવમહેરામણ ઉમટ્યો હતો. મહેમાનોએ સભાજનોને સંબોધતાં નવનાતમાં ઉજવાતાં પ્રસંગોની અને એના સેવાભાવી સ્વયંસેવકોની મુક્તમને પ્રશંસા કરી હતી.
તસવીરમાં સભાજનોને સંબોધી રહેલ નવનાતના પ્રેસિડેન્ટ શ્રી જશવંતરાય દોશી, આગલી હરોળમાં ડાબેથી કલ્પનાબહેન દોશી, બીના હોલ્ડન, બચુલાલ મહેતા, કિરીટભાઇ બાટવીયા અને હસ્મિતાબહેન દોશી, પાછલી હરોળમાં કાઉન્સિલર/મેમ્બર ઓફ લંડન એસેમ્બલી, કાઉન્સિલર અજય મારુ, જ્યોત્સ્નાબહેન શાહ, સુભાષ બખાઇ, પિયુષ વોરા, કાઉન્સિલર શીતલ પૂન્જા, કાઉન્સિલર નીતિન પારેખ અને કોમ્પેર મમતા ટોલીયા.