મુંદ્રા પોર્ટની વિકાસયાત્રાનાં 25 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનાવરણ કર્યું હતું. દેશના મહત્ત્વના વ્યાપારી બંદર તરીકે મુંદ્રાની સામાન્ય જેટીથી વૈશ્વિક શિપિંગ હબ સુધીની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ ‘પ્રગતિનાં 25 વર્ષ - મુંદ્રા પોર્ટ’ શીર્ષક સાથે પ્રસ્તુત કરાઈ. 9 ઓક્ટોબરે વિશ્વ ટપાલદિને ઇન્ડિયા પોસ્ટે ટપાલ ટિકિટ જાહેર કરી હતી.