ભુજ: આસો માસ શુક્લ પક્ષ પંચમીના પાવન નોરતાનાં દિવસે કચ્છ રાજપરંપરા અનુસાર મા મહામાયા મંદિર ટીલામેડી પ્રાગમહેલ દરબારગઢ ખાતે ચામર પૂજન કરવામાં આવ્યું હતું. રાજ પરિવારના પ્રીતિદેવીની સૂચના અનુસાર દેવપર ઠાકોર કૃતાર્થસિંહજીના શુભ હસ્તે વિધિવિધાન સાથે ચામર પૂજા કરવામાં આવી હતી. ચામર પૂજન બાદ મહાઅષ્ટમીના માતાના મઢે જાતરપૂજાના કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમની પૂજનવિધિ મોટી પોશાળ જાગીરના મહંત પ્રવીણ મેરજી ગોરે કરાવી હતી.