પોરબંદરમાં મહેર સમાજની આશરે 5 હજાર મહિલાએ પરંપરાગત શૈલીમાં મણિયારો રાસ લીધો હતો. આ ગરબાની વિશેષતા એ હતી કે, મહેર સમાજની બહેનો અંદાજે રૂ. 2500 કરોડની કિંમતના સોનાનાં ઘરેણાં પહેરીને રાસ રમી હતી. સોનાના ઝુમકા, કાઠલી, હાર, વેઢલા દરેક બહેને અંદાજિત 100 તોલા સોનું પહેર્યું હતું.