વિકાસ સપ્તાહની ઉજવણી વિવિધલક્ષી કાર્યક્રમોનું આયોજન

Wednesday 16th October 2024 03:25 EDT
 
 

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમોનું રાજ્યભરમાં આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યનાં વિવિધ મહત્ત્વપૂર્ણ સ્થળોને રોશનીથી સજાવવામાં આવ્યાં છે.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અંબાજી મંદિર પરિસર આકર્ષક રોશનીથી શણગારાયું છે. તેવી જ રીતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ ખાતે તથા વર્ષ 2001માં કચ્છમાં આવેલા ધરતીકંપના પીડિતોને સમર્પિત એવા ભુજના સ્મૃતિવન સ્મારક અને મ્યુઝિયમને પણ રોશનીથી શણગારવામાં આવ્યાં છે. અહી કરવામાં આવેલી સુંદર અને અદભુત રોશની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.


comments powered by Disqus