આણંદઃ પીઢ ઉદ્યોગપતિ અને પરોપકારી જીવ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું. આ નિમિત્તે શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને ભાઈકાકા યુનિવર્સિટીએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.
ચારુતર આરોગ્ય મંડળના સેક્રેટરી અમિતભાઈ પટેલ, ચારુતર આરોગ્ય મંડળના સભ્ય જાગૃતભાઈ ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અભય ધરમશી અને ભાઈકાકા યુનિવર્સિટીના અન્ય ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા રતન ટાટાના નિધન અંગે સંવેદના વ્યક્ત કરી હતી. જાગૃતભાઈ ભટ્ટે 2004માં કેન્સર સેન્ટરની સ્થાપના માટે સાધનો પૂરા પાડવામાં ટાટા ટ્રસ્ટના લાંબા સમયથી યોગદાનને બિરદાવ્યું હતું.