મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના હાર્ટમાં બ્લોકેજના પગલે ડોક્ટર્સ દ્વારા તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબરે દશેરાની રેલી બાદથી ઉદ્ધવની તબિયત થોડી ખરાબ હતી.
• મરાઠી અભિનેતા, કોમેડિયન અતુલ પરચુરેનું નિધનઃ 57 વર્ષીય મરાઠી એક્ટર, કોમેડિયન અતુલ પરચુરેનું સોમવારે કેન્સરની બીમારીના કારણે નિધન થયું. મરાઠીની સાથે સાથે હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં પણ તેમણે કામ કર્યું છે.
• હેમંત સોરેનના મંત્રીઓ પર ઇડીના દરોડાઃ ઝારખંડમાં સોમવારે કેન્દ્રીય એજન્સી ઈડીએ હેમંત સોરેનના મંત્રીઓનાં 20થી વધુ સ્થળ પર દરોડાની કાર્યવાહી કરી હતી. આઇએએસ ઓફિસર મનીષ રંજનના સરકારી મકાન પર પણ રેડ પાડવામાં આવી હતી.
• પેન્ગોન્ગ સરોવર કિનારે ચીન નવું બેઝ બનાવી રહ્યું છેઃ અમેરિકન સેટેલાઇટની તસવીરોમાં જણાયું છે કે, ચીન ભારતીય સરહદની ખૂબ નજીક નિર્માણકાર્ય કરી રહ્યું છે. આ સ્થળ માટે બંને દેશ વચ્ચે વિવાદ છે.
• ચેન્નઈની કંપનીની કર્મચારીઓને 28 કાર, 29 બાઇકની ભેટઃ ચેન્નઈની એક સ્ટ્રક્ચરલ સ્ટીલ ડિઝાઇન કંપનીએ તેના કર્મચારીઓની મહેનતને બિરદાવવા તેમને 28 કાર અને 29 બાઇક ભેટ આપી છે.
• ભારતની સ્પાઇ સેટેલાઇટને મંજૂરીઃ પ્રધાનમંત્રીની અધ્યક્ષતા ધરાવતી સુરક્ષા બાબતોની કેબિનેટે અંતરીક્ષ આધારિત દેખરેખના ત્રીજા સ્ટેજને મંજૂરી આપી છે.
• બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા પંડાલ પર હુમલાઃ ભારતના પડોશી દેશમાં હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે અને નવરાત્રિ દરમિયાન 35 પૂજા પંડાલો પર હુમલા નોંધાયા છે. આ મામલે 11 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે
• બાંગ્લાદેશને મોદીએ ભેટમાં આપેલા મુગટની ચોરીઃ બાંગ્લાદેશના સતખિરાના શ્યામનગર સ્થિત જેશોરેશ્વરી મંદિરથી કાળી માતાનો મુગટ ચોરી થયો છે. આ મુકુટ માર્ચ 2021માં મંદિરની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભેટમાં અપાયો હતો.
• ઇઝરાયલનો ઇરાન પર સાઇબર એટેકઃ ઇરાનના ભીષણ મિસાઇલ એટેકનો ઇઝરાયલ દ્વારા પલટવાર સાઇબર એટેકથી કર્યો છે. આ એટેક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, બંદર, ફ્યુઅલ વિતરણ સિસ્ટમ અને નગરપાલિકા નેટવર્ક સુધી કરવામાં આવ્યો છે.
• નેપાળે ચલણી નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ ચીનને આપ્યોઃ નેપાળે ચીનની કંપની ચાઇના બેન્ક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશનને 3,000 કરોડની ચલણી નોટ છાપવા કોન્ટ્રાક્ટ આપ્યો છે. નેપાળ નવી નોટમાં પોતાનો વિવાદિત નકશો પણ છપાવી રહ્યું છે.
• હિઝબુલ્લાહની ઇઝરાયેલને યુદ્ધવિરામની આજીજીઃ ગાઝામાં હમાસે હજુ શરણાગતિ સ્વીકારી નથી તો હિઝબુલ્લાહે ઇઝરાયેલના યુદ્ધ શરૂ કર્યાના 15 જ દિવસમાં યુદ્ધવિરામ માટે આજીજી કરી છે.
• પાકિસ્તાનમાં ઝાકિર નાઇકનો વિરોધઃ કટ્ટરવાદી ઇસ્લામિક પ્રચારક ઝાકિર નાઇકને પાકિસ્તાનીઓએ આડેહાધ લીધો હતો. લોકોએ પાક. સરકારને કહ્યુ કે, આવા અભણ માણસોને ફરી પાકિસ્તાન આવવા આમંત્રણ ના આપવું.