મુંદ્રાઃ સૌરઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અદાણી સોલારે રચનાત્મક અભિગમ અપનાવતાં દેશમાં સૌપ્રથમવાર `ટોપકોન' ટેક્નોલોજી અપનાવી છે. ઇનોવેશન પર ભાર મૂકતાં ટોપકોન ટેક્નોલોજી અને સંપૂર્ણ સપ્લાય ચેઇનના એકીકરણ તરફ ધ્યાન આપવામાં આવ્યું છે. પાડોશી દેશ ચીનની સપ્લાય ચેઇન તરફની નિર્ભરતા ઘટાડવાના હેતુસર ભારતમાં ઉત્પાદન વધારવા કામગીરીનું વ્યૂહાત્મક એકીકરણ કરવામાં આવ્યું છે.
અદાણી દ્વારા સૌરઊર્જાના ગતિશીલ બજારમાં સ્પર્ધાત્મકતા અને સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવા નવા રોકાણ-નવીનતાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. અદાણી સોલાર ઇનગોટ અને વેફર ઉત્પાદનમાં રોકાણ સાથે સ્થાનિક સ્તરે ટોપકોન સેલનું ઉત્પાદન શરૂ કર્યું છે. સમગ્ર સપ્લાય ચેઇનમાં એકીકરણ સ્પર્ધાત્મકતાના દોરમાં તેને શ્રેષ્ઠ બનાવે છે. સોલાર ઉદ્યોગમાં ટોપકોનનો પ્રથમવાર ઉપયોગ કરતા વેચાણમાં દેશભરમાં અદાણી અગ્રણી છે.