લીલીયાઃ દિવાળીના તહેવાર વચ્ચે રવિવાર બાદ સોમવારે પણ સૌરાષ્ટ્રની ધરતી ધ્રૂજી હતી. રવિવારે અમરેલી જિલ્લાના વિવિધ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે સોમવારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ભૂકંપ આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર તાલાલામાં બપોરે અંદાજે 3.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.2 થી 1.5 સુધી આંકવામાં આવી છે, જ્યારે કેન્દ્રબિંદુ તાલાલાથી 1 કિ.મી. દૂર સાઉથ વેસ્ટમાં હોવાનું જાણવા મળ્યું છે.