ઈરાનમાં ઇઝરાયલનાં 100 યુદ્ધ વિમાનો ત્રાટક્યાં, મહિલા પાઈલટ પણ સામેલ

Wednesday 30th October 2024 05:16 EDT
 
 

તેલ અવીવઃ ઈઝરાયલે ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહના ગઢને નષ્ટ કર્યા પછી આ બંને સંગઠનોને ભંડોળ પૂરું પાડનાર ઈરાન પર પણ વજયાત કર્યો હતો. શનિવારની વહેલી સવારે. ઈઝરાયેલી આર્મી (આઈડીએફ)એ ઈરાનમાં 20 લશ્કરી થાણાને નષ્ટ કર્યા. ઈઝરાયલ આર્મીની આ સ્ટ્રાઈકને લઈને ઘણી માહિતી સામે આવી રહી છે. જેરુસલેમ પોસ્ટે પોતાના અહેવાલમાં ખુલાસો કર્યો છે કે ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયલની વાયુસેનાના 100થી વધુ વિમાનોએ ઉડાન ભરી હતી. જેમાં એફ-35 જેવા સ્ટીલ્થ ફાઈટર જેટ પણ સામેલ હતા. આ ફાઈટર જેટે 2 હજાર કિલોમીટર દૂર જઈને ઈરાનના તેહરાન અને કાઝાન સૈન્ય મથકોનો નાશ કર્યો છે. ઈરાન પર હુમલાના એક દિવસ પહેલા ઈઝરાયલે સીરિયા-ઈરાક પર હુમલો કરીને સીરિયાની રડાર સિસ્ટમને નષ્ટ કરી દીધી હતી. ઈરાન પરના હુમલામાં 2 મહિલા પાઈલટ પણ સામેલ હતી.
સાઉદી અરેબિયાનું ઇરાનને સમર્થન
સાઉદી અરબે ઈરાન પર ઇઝરાયલી હુમલાની નિંદા કરી છે. આ સંઘર્ષમાં આ પહેલીવાર છે જ્યારે સાઉદી અરબ ઇરાનના સમર્થનમાં આવ્યું છે. અરબ રાજકારણમાં આ મોટો ફેરફાર છે. સાઉદી અરબ અત્યાર સુધી ઇરાનના સમર્થનમાં નિવેદન આપવાથી બચતું રહ્યું છે. દરમિયાન, અમેરિકાએ દોહરાવ્યું છે કે ઇઝરાયલે પોતાના સ્તર પર હુમલો કર્યો છે. તેમાં અમેરિકાએ કોઇ મદદ કરી નથી


comments powered by Disqus