અમદાવાદઃ ચંડોળા તળાવ આસપાસની વસાહતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહે છે. ક્રાઇમબ્રાન્ચે ગૂગલ અર્થની ટેક્નોલોજીની મદદથી એનાલિસીસ કરીને કરેલી કાર્યવાહીમાં 200 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી, જેમાં 48 બાંગ્લાદેશીને બનાવટી દસ્તાવેજો સાથે ઝડપી લેવાયા છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે, ચંડોળા તળાવ, સરદારનગર, કુબેરનગર, નરોડા પાટિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો આવીને મોટા પ્રમાણમાં રહેવા લાગ્યા છે.