ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે રાજ્ય સરકારે 1993ની બેચના આઇપીએસ અધિકારી હસમુખ પટેલને નિયુક્ત કર્યા છે. તેઓ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પણ છે. આ પદ પરથી પૂર્વ આઇએએસ અધિકારી નલિન ઉપાધ્યાય ઓક્ટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની છે. તેઓ વિવિધ જિલ્લામાં એસપી તરીકે, સુરત અને ગાંધીનગર રેન્જમાં, એન્ટિ કરપ્શન બ્યૂરો તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં સેવાઓ આપી ચૂક્યા છે.