લખનઉઃ વારાણસીની સિવિલ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી સંકુલમાં વજુખાના અને મુખ્ય ગુંબજની નીચે ખોદકામ કરીને સરવેની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. 1991માં ભગવાન વિશ્વેશ્વર વિરાજમાન વતી એમિસ ક્યૂરી વિજય શંકર રસ્તોગીએ જ્ઞાનવાપી સંકુલને મંદિર તરીકે જાહેર કરી હિન્દુઓને સોંપવાનો અને પૂજા કરવાનો અધિકાર માગતી અરજી દાખલ કરી હતી.
એમિક્સ ક્યુરી જયશંકર રસ્તોગીએ જણાવ્યું હતું કે, જિલ્લા કોર્ટના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાશે. જ્યારે અંજુમન ઇન્તજામિયા મસ્જિદ કમિટી જ્ઞાનવાપી અને સુન્ની વક્ફ બોર્ડને રાહત મળી છે. એએસઆઇ સરવે પર લાંબી સુનાવણી બાદ સિવિલ જજ (સિનિયર ડિવિઝન, ફાસ્ટટ્રેક) યુગલ શંભુની કોર્ટે શુક્રવારે ચુકાદો જાહેર કર્યો હતો.