નખત્રાણા: ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં 25થી 50 ટકા વરસાદ પડતાં નખત્રાણામાં કપાસમાં નુકસાની અને મગફળીના પાકમાં લાભ થયો છે. શરૂઆતમાં અતિવૃષ્ટિમાં વાવેતર કરાયેલા કપાસના કુમળા છોડ પાણીમાં ડૂબી થવાથી નુકસાન થયું છે, જ્યારે મગફળીના છોડને નુકસાન થવા છતાં ભાદરવાના તાપ બાદ અનુકૂળ વાતાવરણ મળતાં વિપુલ ઉત્પાદન થયું છે.