પોરબંદરઃ છેલ્લા કેટલાક સમયથી બહુચર્ચિત એવી બરડા જંગલ સફારી હવે શરૂ થઈ ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી નેસની વનવિભાગની ચેકપોસ્ટ ખાતેથી 29 ઓક્ટોબરે તેનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનો રૂટ 27 કિ.મી.નો રહેશે. જેમાં કપુરડીથી ચારણ આઈ બેરિયરથી થઈ અજમાપાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. સફારી દરમિયાન પ્રવાસીઓની બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીનાં રમણીય દૃશ્યો, ડુંગરાળ ભૂપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનને નજીક જોવાની તક મળશે.