ભાજપના નીરવ કવિ નકલી હિન્દુ બની કોર્પોરેટર બન્યા

Wednesday 30th October 2024 04:11 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં નકલીની બોલબાલા છે, ત્યાં ભાજપના ઉમેદવાર નકલી હિન્દુ બની, જન્મતારીખના ખોટા દસ્તાવેજ રજૂ કરી ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં નવરંગપુરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર નીરવ જગદીશ કવિએ પાંચમી ફેબ્રુઆરી 2021ના રોજ ફોર્મ ભર્યું હતું, તેમાં જન્મતારીખ 11-11-1977 દર્શાવી હતી, જે ખોટી જન્મ તારીખ છે. તેમની સાચી જન્મતારીખ 1-6-1975 છે. એટલું જ નહીં નીરવ કવિની સાચી જન્મતારીખના આધારે તેઓ મુસ્લિમ રાજકવિ મીર છે. આ પ્રકરણમાં અમદાવાદની સેશન્સ કોર્ટે ભાજપના કાઉન્સિલર નીરવ કવિ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, નીરવ કવિની સાચી જન્મતારીખના આધારે તેઓ મુસલમાન રાજકવિ મીર છે. સાચા પુરાવા રેકર્ડ પર ના આવે તેવા બદઇરાદાથી ખોટી જન્મતારીખ લખાવીને તેના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા.


comments powered by Disqus